Surat : વિરામ બાદ ફરી સુરતના અનેક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ Video

Surat : વિરામ બાદ ફરી સુરતના અનેક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 24, 2025 | 2:37 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના અઠવા ગેટ, રાંદેર, અડાજણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના અઠવા ગેટ, રાંદેર, અડાજણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિરામ બાદ ફરી શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. આ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો 27, 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે. આ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. તેમજ 27 બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો