આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુનો માર ! અનેક વિસ્તારોમાં વરસાદ અને ઠંડીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુનો માર ! અનેક વિસ્તારોમાં વરસાદ અને ઠંડીની આગાહી, જુઓ Video

| Updated on: Oct 18, 2025 | 7:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે 18 અને 19 ઓકટોબર વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે 18 અને 19 ઓકટોબર વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ સવારે અને રાત્રીના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો નહીં થાય. પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ રહેશે.રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અનેક વિસ્તારોમાં વરસાદી આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. કમોસમી આફતના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાંથી વરસાદે લગભગ વિરામ લીધો છે. પરંતુ હજુ પણ સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઇ નથી. ત્યારે મેઘરાજા છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ કરી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો