રાહુલ ગાંધી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે, આણંદમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની શિબિરમાં લેશે ભાગ, જુઓ Video

રાહુલ ગાંધી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે, આણંદમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની શિબિરમાં લેશે ભાગ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 26, 2025 | 10:40 AM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. આણંદમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની શિબિરમાં રાહુલ ગાંધી ભાગ લેશે. તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. આણંદમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની શિબિરમાં રાહુલ ગાંધી ભાગ લેશે. તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે. આ ઉપરાંત નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને પ્રચાર-પ્રસાર, જનતા સાથે સંવાદની તાલીમ આપશે. બૂથ મેનેજમેન્ટ, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પાઠ ભણાવી શકે છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ પણ આ શિબિરમાં ઉપસ્થિત રહેશે. 26થી 28 જુલાઈ સુધી કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે સવારે 11 કલાકે રાહુલ ગાંધી શિબિરમાં પહોંચી ભાગ લેશે. બપોરે 3 કલાકે જીતોડિયામાં દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ કરશે.

ઉલ્લેખનીય છે કે આજથી 26 જુલાઈ સુધી કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની તાલીમનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ ભણાવવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. તાલીમમાં પ્રથમ દિવસના પાઠ રાહુલ ગાંધી ભણાવશે. તો બાકીના બે દિવસ નિષ્ણાતો જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે. આ શિબિરમાં મિશન 2027નો રોડમેપ નક્કી કરશે. આવનારા સમયના મુદ્દાઓને લઈને વ્યૂહ રચના પણ ઘડશે. વડોદરા એરપોર્ટ પર આગમન બાદ રાહુલ ગાંધી સવારે 11 કલાકે આણંદમાં પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં પહોંચશે. આ ઉપરાંત બપોરે 3 કલાકે રાહુલ ગાંધી આણંદના જીતોડિયામાં દૂધ સંઘના સભાસદો સાથે પણ સંવાદ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો