Breaking News : માનહાનિ કેસમાં કોર્ટમાં હાજરી આપવા સુરત પહોચ્યા રાહુલ ગાંધી, આજે આવી શકે છે ચુકાદો
માનહાનિ કેસમાં હાજરી આપવા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે, ત્યારે આજે આ કેસમાં ચૂકાદો પણ આવી શકે છે.
માનહાનિ કેસને લઈ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટથી કોર્ટ સુધી કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનુ સ્વાગત પણ કરવામાં આવશે. તો સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે.મહત્વનું છે કે, 2019 માં એક વિવાદિત આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યારે આજે આ કેસમાં ચૂકાદો આવી શકે છે.
આ પહેલા રાહુલ ગાંધીએ આક્ષેપોને નકાર્યા હતા
જો મામલા અગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકાર્યા હતા.
મહત્વનું છે કેરાહુલ ગાંધી વિરૂદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો છે.જે હેઠળ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે કલમ 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડ અથવા તો 2 વર્ષની સજા સાથે દંડની જોગવાઈ છે.