રાજસ્થાનના સિનિયર નેતાને અપાઈ ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી: રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી

ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાની મોટી જવાબદારી રઘુ શર્માને સોંપવામાં આવી છે. રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 10:34 PM

આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા છે. કેન્દ્રીય નેતાગીરીએ રાજસ્થાન કોંગ્રેસના સિનિયર નેતા રઘુ શર્માને ગુજરાતની કમાન સોંપી છે. મહત્વપૂર્ણ છે કે રાજીત સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી પડ્યું હતું. ત્યારે રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્ય પ્રધાન પણ છે.

રઘુ શર્મા વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં છે. રાજસ્થાન યુનિવર્સિટીના પ્રમુખ તરીકે 1986-87 માં ચૂંટાયા અને ચૂંટણીના અભાવે 30 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તા પણ તેઓ રહી ચૂક્યા છે. અજમેર જિલ્લાની કેકરી વિધાનસભામાંથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2018 માં તેઓ લોકસભા પેટાચૂંટણીમાં અજમેરથી સાંસદ બન્યા. સચિન પાયલટના ક્વોટામાંથી ગેહલોત સરકારમાં મંત્રી બન્યા અને તે પછી ગેહલોતના સૌથી નજીકના મંત્રી બની ગયા છે. રાજસ્થાન સરકારમાં આરોગ્ય વિભાગ સાથે માહિતી અને જનસંપર્ક મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળે છે.

અહેવાલોનું માનીએ તો રઘુ શર્મા રાહુલ ગાંધીની નજીકના નેતામાના એક છે. રઘુ શર્મા રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી તરીકે હાલમાં સક્રિય છે. રધુ શર્માને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રઘુ શર્માને રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ખુબ નજીકના માનવામાં આવે છે. ગુજરાતમાં આગામી વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોવું રહ્યું કે ગુજરાતમાં રઘુ શર્માનો પ્રભાવ અને રાજનીતિ કેટલી કામ લાગે છે.

તમને જણાવી દઈએ કે રાજીવ સાતવના નિધન બાદ આ પદ ખાલી હતું. રાજ્યસભાના સભ્ય સાતવનું કોરોના ચેપને કારણે આ વર્ષે 16 મેના રોજ 46 વર્ષની વયે અવસાન થયું હતું.

આ પણ વાંચો: PM મોદીની આ 20 વર્ષની યાત્રા લોકોની સેવા કરવાના ઝુનુનને દર્શાવે છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

આ પણ વાંચો: PM કેર ફંડ દ્વારા વડનગરમાં નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, જાણો ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">