PM કેર ફંડ દ્વારા વડનગરમાં નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, જાણો ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા

વડનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ હોસ્પિટલ ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેના લોકાર્પણ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

PM કેર ફંડ દ્વારા વડનગરમાં નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, જાણો ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા
PM inaugurates PSA Oxygen Plant at Vadnagar GMERS Medical Hospital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:58 PM

PM મોદીના વતન વડનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ હોસ્પિટલ ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના દરેક બાબતમાં આત્મનિર્ભર રહેવાનું સ્વપન છે જેનું કામ આગળ ચાલી રહ્યું છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, ઐતિહાસિક પૌરાણિક વડનગરની ધરતી ૨૬૦૦ વર્ષ વિરાસતના પ્રમાણ ધરાવે છે. નરસિંહ મહેતા, તાના રીરી, બુદ્ધ, જય હાટકેશ્વર સહિત પ્રધાનમંત્રીના જન્મભૂમિના પગલે વડનગરની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં ૧૧૦૦ થી વધુ ઓક્સિજન પ્લાન્ટ પીએમ કેર અંતર્ગત સ્થાપવામાં આવ્યા છે. માહિતી અનુસાર વડનગર હોસ્પિટલમાં શરુ કરવામાં આવેલો આ પ્લાન્ટ એક મિનિટમાં ૭00 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા વડનગરના ઓક્સિજન પ્લાન્ટનો લાભ વડનગર સહિતના આજુબાજુના ગ્રામ્યજનોને મળશે.

મહેસુલ મંત્રીએ તેમની વાતમાં ઉમેર્યું કે, વિશ્વભરમાં ઓક્સિજનને અલગ-અલગ શબ્દથી બોલવામાં આવે છે. જ્યારે ભારતમાં પ્રાણવાયુ તરીકે બોલાય છે. ઋષિ મુનિઓના આ દેશમાં પ્રાણવાયુને ખરા અર્થમાં મહત્વ અપાયું છે. આગળ તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કોરોના સામે સજ્જ બની છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વડનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પીએમ કેર ફંડ દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એક મિનિટમાં ૭૦૦ લીટરની ક્ષમતા છે. આનું લોકાર્પણ PM મોદીએ વર્ચ્ચુઅલ માધ્યમથી કર્યું હતું. સાથે સંબોધન પણ આપ્યું હતું.

આ પણ વાંચો: ઉનાવા APMC માં તમામ બેઠકો પર ભગવો લહેરાયો, APMC ના ચેરમેન ભીખા પટેલ હાર્યા

આ પણ વાંચો: સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો: જાણો શું કહ્યું હાઈકોર્ટે 

આ પણ વાંચો: વાલીઓનો વિરોધ: ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે વાલીઓએ કર્યો વિરોધ, સરકાર કરી રહી છે વિચારણા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">