Ahmedabad: પોલિસ વાહનો સહિત જાહેરપરિવહન વાહનોમાં લાગશે QR કોડ, સ્કેન કરીને સીધી ફરિયાદ નોંધાવી શકાશે, જુઓ Video
અમદાવાદમાં તાજેતરમાં વિદેશથી મોડી રાત્રે આવી રહેલા દંપતિ પાસેથી પોલીસે તોડ કરવાના મામલામાં હવે રાજ્ય સરાકેર હાઈકોર્ટમાં જવાબ રજુ કર્યો છે. આ માટે હવે ગાઈડ લાઈન પણ પોલીસ માટે જારી કરવામાં આવી છે. જે મુજબ યુનિફોર્મ પહેરવા, રજિસ્ટર મેઈન્ટેન કરવા અને મહિલા પોલીસની હાજરી, બોડી વોર્ન કેમેરા, સિનિયર પોલીસ અધિકારી હાજરી સહિત સારા વર્તન માટે આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ વ્હીકલમાં ડ્રાઈવર સીટ પાછળ QR કોડ લગાડવામાં આવશે.
અમદાવાદમાં તાજેતરમાં વિદેશથી મોડી રાત્રે આવી રહેલા દંપતિ પાસેથી પોલીસે તોડ કરવાના મામલામાં હવે રાજ્ય સરાકેર હાઈકોર્ટમાં જવાબ રજુ કર્યો છે. આ માટે હવે ગાઈડ લાઈન પણ પોલીસ માટે જારી કરવામાં આવી છે. જે મુજબ યુનિફોર્મ પહેરવા, રજિસ્ટર મેઈન્ટેન કરવા અને મહિલા પોલીસની હાજરી, બોડી વોર્ન કેમેરા, સિનિયર પોલીસ અધિકારી હાજરી સહિત સારા વર્તન માટે આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ વ્હીકલમાં ડ્રાઈવર સીટ પાછળ QR કોડ લગાડવામાં આવશે. QR કોડ સ્કેન કરવાથી સીધી જ ફરિયાજ કમ્પલેન ઓથોરિટી પાસે પહોંચશે.
આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો
કોર્ટ મિત્ર અને હાઈકોર્ટે બોડી વોર્ન કેમેરાના દુરઉપયોગની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ સાથે જ એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે, 100 નંબર પર કોલ કરવામાં આવે અને ફરિયાદ પોલીસ સામે જ હોય તો તે 100 નંબર કેવી રીતે કામ કરશે. રાજ્ય સરકારે QR કોડની વાત રજૂ કરી હોઈએ પણ સવાલ કર્યો હતો કે, તોડકાંડની ઘટનામાં મોબાઈલ પહેલાથી જ લઈ લેવામાં આવ્યો હતો તો, QR કોડ, બોડી વોર્ન કેમેરા અને હેલ્પ લાઈન કેવી રીતે ઉપયોગી રહેશે? હાઈકોર્ટે કહ્યુ હતુ કે, પોલીસ વિરુદ્ધની ફરિયાદ કોઈ સિનિયર અધિકારી કે પર્સનલ વ્યક્તિ પાસે નહીં પરંતુ કમ્પલેન ઓથોરિટી કે કમિટિ પાસે જવી જોઈએ. કમિટિ નક્કી કરશે કે ફરિયાદ સાચી છે કે ખોટી. આ મામલે હવે બે સપ્તા બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.