AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP ના કાર્યકરોએ 2 રાત વિતાવી જેલમાં: આજે સેશન્સ કોર્ટમાં મહિલા આરોપીઓની જામીન અંગે સુનાવણી

AAP ના કાર્યકરોએ 2 રાત વિતાવી જેલમાં: આજે સેશન્સ કોર્ટમાં મહિલા આરોપીઓની જામીન અંગે સુનાવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:00 AM

આપના આરોપીઓને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો 22 ડિસેમ્બરે સેશન્સ કોર્ટમાં મહિલા આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી થવાની શક્યતા છે.

AAP Vas BJP Gandhinagar: કમલમમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે ગઇકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે રજનીકાંત પરમાર નામ આરોપી યુવકને વચગાળાના જામીન આપ્યા. જ્યારે બાકીના આરોપીઓના જામીન નામંજૂર કરતા, તેમને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે સેશન્સ કોર્ટમાં મહિલા આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી થશે.

મહત્વનું છે કે, જામીન અરજીની સુનાવણી વેળા કોર્ટમાં બચાવ પક્ષના વકીલે ઘટનાક્રમ અને ફરિયાદ બાદ ધરપકડના સમયને લઇને વાંધો ઉઠાવ્યો હતો. બચાવ પક્ષના વકીલે આ મુદ્દો રાજકીય હોવાનું કહેતા, જજે તેમને અટકાવ્યા હતા. જજે આરોપીઓના વકીલને કહ્યું કે, “કોર્ટમાં કાયદા અને તથ્યની વાત કરો”.

આ ઉપરાંત બચાવ પક્ષના વકીલે સી આર પાટીલના નિવેદનને ટાંકતા કહ્યું કે, “સી આર પાટીલે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે, કોઇ પણ વ્યક્તિ રજૂઆત માટે કમલમ આવી શકે છે”. તો ખાનગી બસના માલિકો વતી વકીલે રજૂઆત કરી કે, “બસના ડ્રાઇવરોને અક્ષરધામ દર્શન કરવા જવાનું કહીને લાવ્યા હતા અને બસના ડ્રાઇવર અને કંડક્ટર કમલમમાં ગયા હોય તેવો કોઇ પુરાવો નથી”. જણાવી દઈએ કે ઘટના બાદ આપના કાર્યકરોએ 2 રાત જેલમાં વિતાવી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થતા કામગીરી પર સવાલ, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ

આ પણ વાંચો: બે દિવસમાં કરોડોના 11 પ્રોજેક્ટ્સનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ: જાણો મંત્રી પૂર્ણેશ મોદીના આ કાર્યક્રમ વિશે

g clip-path="url(#clip0_868_265)">