Ahmedabad: નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થતા કામગીરી પર સવાલ, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ

Ahmedabad: લોકાર્પણ પહેલાં જ બ્રિજ તૂટી પડતા લોકોને હવે કામગીરી પર વિશ્વાસ નથી રહ્યો. ઘટનાને લઈ સ્થાનિકોની માંગ છે કે બ્રિજના કામ સંભાળતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:48 AM

Bridge Collapsein ahmedabad: અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ (SP Ring road) પર નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. ઘટના બોપલથી શાંતિપુરા તરફ જતાં મહંમદપુરા ચોકડી પરની છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને નુક્સાન નથી પહોંચ્યું. જોકે જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે- નિર્માણાધીન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો. જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

મહત્વનું છે કે, બ્રિજની કામગીરી 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતી. આગામી ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ થવાનું હતું. તે પહેલાં જ આવી દુર્ઘટનાથી લોકોને હવે કામગીરી પર વિશ્વાસ નથી રહ્યો. ઘટનાને લઈ સ્થાનિકોની માંગ છે કે બ્રિજના કામ સંભાળતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

 

આ પણ વાંચો: બે દિવસમાં કરોડોના 11 પ્રોજેક્ટ્સનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ: જાણો મંત્રી પૂર્ણેશ મોદીના આ કાર્યક્રમ વિશે

આ પણ વાંચો: ન્યૂ યરની ઉજવણીને લઈને સાવધાન: અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું, ભંગ કરવો પડી શકે છે ભારે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">