નવસારી : ભણતરના ભાર વચ્ચે વાંસદા પંથકની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મજૂરી કામ કરતા નજરે પડ્યા, વીડિયો થયો વાયરલ

નવસારી : ભણતરના ભાર વચ્ચે વાંસદા પંથકની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મજૂરી કામ કરતા નજરે પડ્યા, વીડિયો થયો વાયરલ

| Edited By: | Updated on: Mar 27, 2024 | 4:49 PM

નવસારીના વાંસદાના ઉનાઈ નજીક આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું હોવાનું સામે આવ્યુ છે. વાંસદાના ખાનપુર અને બારતાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડાથી મજૂરી કામ કરાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

શાળામાં ભણતરની જગ્યાએ મજૂરી કામ કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા હોવાની ઘટના સામે આવી છે. નવસારીના વાંસદાના ઉનાઈ નજીક આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું હોવાનું સામે આવ્યુ છે. વાંસદાના ખાનપુર અને બારતાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડાથી મજૂરી કામ કરાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

ખાનપુર બારતાડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે મજૂરી કામ કરાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે શાળાનું ભેદી મૌન છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માગ કરવાની છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો