મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ, પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો, જુઓ Video
ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. ત્યારે મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર દારુ પીધેલી હાલતમાં ઝડપાયો છે. વોર્ડ નંબર 5ના મતદાન મથક 3ની ઘટના હોવાનું સામે આવ્યું છે.

પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર પીધેલો પ્રિસાઈડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના TV9ના ધ્યાને આવતા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી. કલેકટરે ત્વરિત પ્રિસાઈડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા છે. ખેડા ACPએ કાયદેસરની કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થશે.

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત