Dhirendra Shastri : બાબા બાગેશ્વરના સ્વાગત માટે અમરાઇવાડીમાં તડામાર તૈયારીઓ, જુઓ Video

Dhirendra Shastri : બાબા બાગેશ્વરના સ્વાગત માટે અમરાઇવાડીમાં તડામાર તૈયારીઓ, જુઓ Video

| Edited By: | Updated on: May 25, 2023 | 4:59 PM

અમદાવાદમાં બાબાના સ્વાગત માટે ચૌહાણ પરિવારમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૌહાણ પરિવાર ફૂલો વરસાવી બાબાનું સ્વાગત કરશે. ઘરમાં પ્રવેશ બાદ બાબાના પગ ધોવામાં આવશે.

અમદાવાદમાં બાબા બાગેશ્વરના સ્વાગત માટે અમરાઇવાડીમાં તડામાર તૈયારીઓ કરાઇ છે. ગુજરાતમાં બાબા બાગેશ્વર આવી પહોચ્યા છે ત્યારે અમરાઇવાડીમાં યજમાન રામ પ્રતાપ ચૌહાણના ઘરે બાબા જવાના છે. બાબાના સ્વાગત માટે ચૌહાણ પરિવારમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂર થી લોકો અહી બાબાના દર્શન માટે પહોચ્યા છે. યજમાનના ઘરની બહાર ભક્તોની ભીડ જામી છે.

આ પણ વાંચો : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર ભક્તો દ્વારા કરાયુ ભવ્ય સ્વાગત

અમરાઇવાડીમાં પણ મોટી સંખ્યામાં બાબાના સમર્થકો અને ભક્તોનો જમાવડો જોવા મળ્યો. ચૌહાણ પરિવાર ફૂલો વરસાવી બાબાનું સ્વાગત માટેનું આયોજન કરાયું. ઘરમાં પ્રવેશ બાદ બાબાના પગ ધોવામાં આવશે. રામ પ્રતાપ ચૌહાણના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રી ભોજન લેશે. બાબાએ બે હાથ જોડીને ભક્તોને ભાવભીના નમસ્કાર કર્યા અને સૌનો આભાર માન્યો હતો અમરાઇવાડીમાં યજમાન રામ પ્રતાપ ચૌહાણના ઘરે ઉડતી મુલાકાત બાદ બાબા વટવા જવા રવાના થયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 25, 2023 04:36 PM