Dhirendra Shastri : બાબા બાગેશ્વરનું અમદાવાદમાં કરાયું ભવ્ય સ્વાગત, જુઓ Video
બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો સીલસીલો શરુ થશે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) અમદાવાદ આવી પહોંચ્યા. ભક્તો દ્વારા અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. બાબાને ફુલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યુ. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા નજરે ચડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે અમદાવાદમાં વટવા ખાતે દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જે પહેલા જ તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિજય રૂપાણીએ વ્યવસ્થાની સમીક્ષા કરી
અમદાવાદ એરપોર્ટથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો સીધો અમરાઇવાડી પહોંચ્યો. જ્યાં શિવકથાના યજમાન રામ પ્રતાપ ચૌહાણના ઘરે બાબાએ ચાની ચુસ્કી પણ લીધી હતી. અમરાઇવાડીમાં પણ મોટી સંખ્યામાં બાબાના સમર્થકો અને ભક્તોનો જમાવડો જોવા મળ્યો. અહીં પણ બાબાએ પોતાના સમર્થકોને નારાજ ન કર્યા. અને તમામનું કારમાંથી જ અભિવાદન ઝીલ્યું. બાબાએ બે હાથ જોડીને ભક્તોના ભાવભીના નમનને સ્વીકાર્યા હતા. અને સૌનો આભાર માન્યો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો