AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટમાં વર્ષ 2021માં શરૂ થયેલા માધાપર ચોકડી બ્રિજનું કામ અઢી વર્ષ બાદ પણ અધ્ધરતાલ, દોઢ વર્ષમાં બ્રિજ પૂર્ણ કરવાનો કરાયો હતો દાવો

Gujarati Video : રાજકોટમાં વર્ષ 2021માં શરૂ થયેલા માધાપર ચોકડી બ્રિજનું કામ અઢી વર્ષ બાદ પણ અધ્ધરતાલ, દોઢ વર્ષમાં બ્રિજ પૂર્ણ કરવાનો કરાયો હતો દાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 8:17 PM
Share

Rajkot: રાજકોટમાં વર્ષ 2021માં શરૂ થયેલી માધાપર ચોકડી બ્રિજની કામગીરી અત્યારે અઢી વર્ષ બાદ પણ પૂર્ણ થઈ નથી. જે બ્રિજ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાના તંત્ર દ્વારા દાવો કરાયો હતો તે આજે 30 મહિના જેટલો સમય વિત્યા બાદ પણ અપૂર્ણ છે.

રાજકોટમાં માર્ગ મકાન વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે. શહેરમાં વર્ષ 2021માં માધાપર ચોકડી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યુ હતુ જે હજુ સુધી 2023માં પણ ચાલુ જ છે. આ બ્રિજની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપાઈ ત્યારે દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરવાના દાવા કરાયા હતા. તંત્ર દ્વારા ડિસેમ્બરમાં બ્રિજ રાજકોટવાસીઓ ખુલ્લો મુકવાની ડંફાશો પણ મારવામાં આવી હતી, જો કે 18 મહિના તો ઠીક આ બ્રિજ આજે 30 મહિના એટલે કે અઢી વર્ષ બાદ પણ પૂર્ણ થયો નથી અને હજુ ગોકળ ગાયની ગતિએ કામગીરી ચાલી રહી છે. બ્રિજના કામકાજને જોતા આ બ્રિજ પૂર્ણ થવાને હજુ 2 મહિનાનો સમય લાગે તેમ છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નાગરિકોને ક્યારે બ્રિજ નસીબ થશે.

સાંઢિયા પૂલની કામગીરી રેલવેના એસ્ટીમેટ પાછળ ખોરંભે ચડી

રાજકોટમાં માત્ર એક બ્રિજની કામગીરીમાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે તેવુ નથી. જે સાંઢિયા પુલને તોડીને ફોરલેન બ્રિજ બનાવવાની મનપાએ તૈયારી કરી હતી તેમા રેલવે વિભાગ અડચણરૂપ બની રહ્યુ છે. બ્રિજનો ખર્ચ ચુકવવાથી લઈને ડિઝાઈન સહિતની બાબતોમાં દરમિયાનગીરી કર્યા બાદ હવે જ્યારે બ્રિજની પ્રાથમિક ડિઝાઈન મંજૂર થઈ તો 15 દિવસમાં જ ટેન્ડર થઈ જશે તેવી ધારણા હતી. જો કે રેલવે એ હજુ સાંઢિયાપૂલને હજુ પોતાની સાંકળોમાં બાંધી રાખ્યો છે. સાંઢિયા પુલનો જેટલો ભાગ રેલવે લાઈનની ઉપરથી પસાર થાય છે તે ભાગ બનાવવા માટે રેલવેએ ખાસ એસ્ટિમેટ મપાને આપવાનુ છે પરંતુ રેલવે એ હજુ સુધી એસ્ટીમેટ જ આપ્યુ નથી. મનપાને ચોમાસા પહેલા ટેન્ડર કરીને શિયાળો આવે ત્યાં સુધીમાં વહીવટી કામ પુરા કરી ખાતમુહુર્ત કરવાનુ હતુ આ કામ હજુ સુધી અટવાયેલુ જ છે. ત્યારે રાજકોટવાસીઓને ક્યારે આ બ્રિજ અને ઓવરબ્રિજ મળે તે તો આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચો : Rajkot : ઉપલેટાની નદીમાં કેમિકલ માફિયા કેમિકલ ઠાલવી ગયા હોવાની શંકા, લોકોમાં રોષ, જુઓ Video

Input Credit- Ronak Majithiya-  Rajkot

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">