Vadodara : દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત, ઈજાગ્રસ્ત સગર્ભાનું બાળક જન્મ લેતા જ મોતને ભેટ્યું
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે દિવાળી સમયે સુતેલા પરિવારને અડફેટે લેવાની ઘટનામાં નવો ખુલાસો સામે આવ્યો છે. નશાની હાલતમાં કાર હંકારનાર નીતિન ઝા સામે ફરી રોષ જોવા મળ્યો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે દિવાળી સમયે સુતેલા પરિવારને અડફેટે લેવાની ઘટનામાં નવો ખુલાસો સામે આવ્યો છે. નશાની હાલતમાં કાર હંકારનાર નીતિન ઝા સામે ફરી રોષ જોવા મળ્યો છે. અકસ્માતમાં સગર્ભા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી જેને તે સમયે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સગર્ભા મહિલાનું બાળક જન્મ લેતા જ મૃત્યું પામ્યું છે. મહિલાના પરિવારે નવજાતના મોત માટે નિતિન ઝાને જવાબદાર ગણાવ્યો છે. અકસ્માતના આરોપી નીતિન ઝાને કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.
ઈજાગ્રસ્ત સગર્ભાનું બાળક જન્મ લેતા જ મોતને ભેટ્યું
ઉલ્લેખનીય છે કે વડોદરાના અવધૂત ફાટક પાસે દિવાળી સમયે નીતિન ઝાએ નશામાં ધૂત થઈને રસ્તા પર સૂતેલા શ્રમિક પરિવાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જે તે વખતે પરિવારના ચાર વર્ષના માસુમનું મોત થયું હતું. અને મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઈજાગ્રસ્ત સગર્ભા મહિલાના નવજાતનું પણ મોત થતા આરોપી નીતિન ઝા પર લોકો ફટકાર વરસાવી રહ્યાં છે. પરિવારજનોએ નીતિન ઝાને કડકમાં કડક સજા કરવાની માગ કરી રહ્યાં છે.
