આજે રાજ્યભરની ખાનગી પ્રિ પ્રાયમરી શાળાઓ બંધ, નવી શિક્ષણ નીતિ સામે પ્રિ-સ્કૂલ એસોસિએશન વિરોધ નોંધાવશે, જુઓ Video

| Edited By: | Updated on: Dec 03, 2024 | 11:38 AM

નવી શિક્ષણ નીતિ સામે સમગ્ર ગુજરાતમાં પ્રિ-સ્કૂલ સંચાલકોનો મોરચો માંડ્યો છે. આજે ગાંધીનગરમાં પ્રિ-સ્કૂલ એસોસિએશન વિરોધ નોંધાવશે. રાજ્યભરની પ્રિ-પ્રાઈમરી શાળાના સંચાલકો વિરોધમા જોડાશે. પ્રિ-સ્કૂલ અંગેના નવા નિયમો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ અંતર્ગત અમદાવાદમાં પણ પ્રિ પ્રાયમરી શાળાઓ આજે બંધ રખાઇ છે. અમદાવાદની શાળાના સંચાલકો પણ વિરોધમાં સમર્થન આપવાના છે.

નવી પોલિસીમાં એજ્યુકેશન BU ફરજિયાત હોવુ જોઇએ. સાથે જ 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત હોવો જોઇએ. ત્યારે આ નિયમો સામે શાળાઓ વિરોધ નોંધાવી રહી છે. તેમણે આ નિયમો અંગેનો નિર્ણય રદ કરવા માગ કરી છે અને નવા નિયમોમાં બાંધછોડ કરવા સંચાલકોની માગણી છે.

મહત્વનું છે કે પ્રિ-સ્કૂલ સંચાલકોનો દાવો છે કે નવા નિયમો સાથે પ્રિ-સ્કૂલનું સંચાલન કરવું શક્ય નથી. આ નિયમોથી 5 લાખ લોકોના રોજગારી પર તલવાર લટકી રહી છે. અત્યાર સુધી રાજ્યની તમામ પ્રિ-પ્રાઈમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી. સરકારના કોઈપણ વિભાગ હેઠળ આવી સ્કૂલો આવતી નહોતી. પરંતુ નવી શિક્ષણ નીતિએ અત્યાર સુધી ચાલતા આવતી આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો અને નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રિ-પ્રાઈમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ શરૂ કરાયો.

શિક્ષણ વિભાગે પ્રિ-પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરી. જે અત્યાર સુધી હતી જ નહીં અને આ જ પોલિસીને કારણે પડકારો પ્રિ-સ્કૂલ ચલાવનારાઓ સામે ઉભા થયા. પ્રિ-સ્કૂલ માટેના નવા નિયમો પર નજર કરીએ તો નવી પોલિસીમાં એજ્યુકેશન BU ફરજિયાત કરાયું છે. ઉપરાંત 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડાકરાર જરૂરી છે. નવી પોલીસી મુજબ પ્રિ-સ્કૂલની નોંધણી જરૂરી છે. ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવાયું છે અને દર વર્ષે વર્ગદીઢ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની કહેવાયું છે. બાલવાટિકા માટે પ્રાઈમરી સ્કૂલની માન્યતા પણ ફરજિયાત કરાઈ છે. આ નવા નિયમો સામે સંચાલકો હવે મોરચો ખોલ્યો છે.