Gir Somnath Rain : સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન, જુઓ Video

| Edited By: | Updated on: Aug 25, 2024 | 3:23 PM

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બેકાબૂ બની છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા પ્રાચી તીર્થ માધવરાયજી મંદિર જળ મગ્ન થયુ છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બેકાબૂ બની છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા પ્રાચી તીર્થ માધવરાયજી મંદિર જળ મગ્ન થયુ છે. માધવરાયજી મંદિરના 8 ફૂટ સુધી પાણી પહોંચ્યું છે.

બીજી તરફ ગીર સોમનાથના હિરણ-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. તાલાલા ગીર પંથકમાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. 4 દરવાજા 0.4 મીટર ખોલીને નદીમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. તાલાલાના 3 અને વેરાવળ, પ્રભાસ પાટણના 11 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. ગામના લોકોને નદીના કિનારે નહીં જવા સૂચના આપવામાં આવી છે.

દેવ ડેમમાંથી છોડાયુ પાણી

બીજી તરફ વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. વાઘોડીયા તાલુકાના કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 3 દરવાજા ખોલી 2,948 ક્યુસેક પાણી છોડાયું છે. મામલતદાર અને તલાટીઓને મુખ્યમથકો ન છોડવા આદેશ કરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.