ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં વીજ સંકટ, વીજકાપના વિરોધમાં કિસાન સંઘના ધરણા
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે 8 કલાકના બદલે માંડ 2થી 5 કલાક માંડ વીજળી મળે છે. તો વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે વીજકાપ મુદ્દે અફવા ફેલાઈ છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કાપથી જગતના તાતની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રના ગામડામાં 90 ટકા ખેતી વીજળી પર આધારિત છે. રાજકોટ આસપાસના ઉદ્યોગોમાં વીજકાપ નથી. ત્યારે શિયાળુ વાવેતર સમયે વીજ કાપથી ખેતીને ફટકો પડ્યો છે. તો ઉત્તર ગુજરાતના મહેસાણા, ઊંઝા, બહુચરાજી, જોટાણા પંથકના ખેડૂતો વીજકાપથી પરેશાન છે. વીજળીનો પુરતો પુરવઠો ન મળતા ખેડૂતો ખેતરોમાં પાણી વાળી શકતા નથી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ ઊંઝા GEB ઓફિસ પહોંચી ઉગ્ર રજૂઆત કરી. બનાસકાંઠાના દિયોદર તેમજ કાંકરેજના ખેડૂતોએ જેટકો વિભાગીય કચેરીએ એકઠા થઈને રામધૂન બોલાવી હતી. તો સુરતમાં એક લાખ એકર જમીનમાં શેરડીનો પાક વીજળીના અભાવે નુકસાન જઈ શકે છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે 8 કલાકના બદલે માંડ 2થી 5 કલાક માંડ વીજળી મળે છે. તો વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે વીજકાપ મુદ્દે અફવા ફેલાઈ છે. રાજ્યમાં પહેલાની જેમ જ પુરતો વીજ પુરવઠો મળી રહ્યો છે. વીજ કાપ હાલમાં પણ નથી. અને ભવિષ્યમાં પણ નહીં આવે. જો કોઈ કારણસર અડધો કલાક કે કલાક વીજ પુરવઠો કપાશે તો પછીથી સરભર કરી આપવામાં આવશે.
બનાસકાંઠાના થરાદ, વાવ પંથકમાં ખેડૂતોને 8ને બદલે 5 કલાક વીજળી મળે છે. રવિ પાકની વાવણીના સમયે વીજ પુરવઠો ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે CMને પત્ર લખીને થ્રી ફેઝ વીજળી આપવાની માગણી કરી છે. જો વીજ પુરવઠો સમયસર ન મળે તે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.