પોરબંદર : સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ મેળાનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ
માધવરાયજીના (Madhavpur Fair) લગ્નપ્રસંગની વાત કરીએ તો 10 એપ્રિલે ઋક્ષ્મણીજી મઠથી માધવરાયજી મંદિરે માતાજીનું તેડું, મંડપ રોપણ થશે. 10થી 12 એપ્રિલ ત્રણ દિવસ સુધી રાત્રે 9 કલાકે નિજ મંદિરેથી વાજતે-ગાજતે વરણાગી નીકળશે.
પોરબંદરના (Porbandar) સુપ્રસિદ્ધ માધવપુર ખાતેના મેળાને (Madhavpur Fair) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ખુલ્લો (Inauguration)મુકયો છે, રાષ્ટ્રપતિ ઉપરાંત પૂર્વના રાજ્યોના મુખ્યપ્રધાનો પણ આ વર્ષે માધવપુરના મેળામાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત પણે ખડેપગે તૈનાત છે.માધવપુરમાં આજે રામના જન્મદિને કૃષ્ણના લગ્નનો માંડવો રોપાશે. મણીજી નું તેડું થશે તથા માધવરાય નિજ મંદિરેથી આજથી ત્રણ દિવસ સુધી આ મેળા અંતર્ગત કાર્યક્રમો યોજાશે.
માધવરાયજીના લગ્નપ્રસંગની વાત કરીએ તો 10 એપ્રિલે ઋક્ષ્મણીજી મઠથી માધવરાયજી મંદિરે માતાજીનું તેડું, મંડપ રોપણ થશે. 10થી 12 એપ્રિલ ત્રણ દિવસ સુધી રાત્રે 9 કલાકે નિજ મંદિરેથી વાજતે-ગાજતે વરણાગી નીકળશે. 13 એપ્રિલે સવારે 11:30 કલાકે મામેરૂ યોજાશે. કડછ ગામથી મામેરૂ પુરવા ગ્રામજનો જોડાશે. 13 એપ્રિલે ઋક્ષ્મણીજી માતાજીના મંદિરેથી માધવરાય મંદિરે ચોકમાં સામૈયા થશે. 13 એપ્રિલે સાંજે 4 કલાકે નિજ મંદિરથી મધુવનમાં જાન પ્રસ્થાન કરશે. 14 એપ્રિલે સાંજે 4 કલાકે માધવરાયજી અને ઋક્ષ્મણીજી યુગલ સ્વરૂપે નિજ મંદિરે પધારશે.
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ કાર્યક્રમોને લઈને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો :Gujarat આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડાની આગાહી, ગરમીથી મળશે રાહત
આ પણ વાંચો :Gandhinagar: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં આજે નવા 16 કોરોનાના કેસ નોંધાયા, કુલ 55 કેસ નોંધાયા