Gandhinagar: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં આજે નવા 16 કોરોનાના કેસ નોંધાયા, કુલ 55 કેસ નોંધાયા

નોંધનીય છેકે 9 એપ્રિલે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં (Gujarat National Law University) 34 વિદ્યાર્થીઓ એકસાથે કોરોના સંક્રમિત મળતા ફફડાટ ફેલાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:18 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસ ઓછા થઈ ગયા હોવાનું માનીને લોકો માસ્ક વગર જાહેર સ્થળો પર બિન્દાસ્ત ફરતા થઇ ગયા છે. ત્યારે ગાંધીનગરની  GNLUમાં 100 ટકા ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. અને, આજે 16 નવા કોરોનાના કેસ નોંધાયા છે, આ 16 નવા કેસ સાથે કુલ કેસ 55 થયા છે, તમામ વિદ્યાર્થીઓમાં કોરોનાના માઇલ્ડ લક્ષણો જોવા મળ્યા છે, હાલ તમામ વિદ્યાર્થીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.નોંધનીય છેકે 9 એપ્રિલે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં (Gujarat National Law University) 34 વિદ્યાર્થીઓ એકસાથે કોરોના સંક્રમિત મળતા ફફડાટ ફેલાયો હતો. ગાંધીનગર ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીને હાલ કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો છે. બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ લદાયો છે તો આ સ્થળ પર આરોગ્ય ટીમનું સતત મોનિટરીંગ છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયાનું માનીને ચાલતા લોકો માટે આ એક સાવચેતી રાખવાનું દર્શાવતો કિસ્સો છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિએન્ટની એન્ટ્રીથી લોકોએ કોરોનાના નિયમો પાળવામાં સતર્ક થવાની જરુર છે.

મહત્વનું છે કે હવે ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં XE વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયો છે. જેને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે. વડોદરાના ગોત્રી વિસ્તારની મુલાકાતે આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રના વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો. તેમાં XE વેરિએન્ટ હોવાની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રના તે વ્યક્તિએ વડોદરાના ગોત્રી વિસ્તારની મુલાકાત લીધી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 129

આ પણ વાંચો :Kutch : રસીલી કેસર કેરી આ વખતે પડશે મોંઘી, ગરમી અને વાતારવરણની અસરથી ઉત્પાદનમાં ઘટની શક્યતા

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">