Porbandar Rain : રાણાવાવ પંથકના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદ પડતા રસ્તા પર ફરી વળ્યા પાણી, જુઓ Video

|

Oct 17, 2024 | 2:40 PM

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ફરી એક વાર ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે પોરબંદરના રાણાવાવ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાણાવાવ પંથકમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ફરી એક વાર ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે પોરબંદરના રાણાવાવ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાણાવાવ પંથકમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

રસ્તા પર ફરી વળ્યા પાણી

પોરબંદરના રાણાવાવ પંથકના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ખાંભા શહેરના રોડ પર પાણી વહેતા થયા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે.

Published On - 11:01 am, Thu, 17 October 24

Next Video