પોળોના જંગલ ફરવા જવાનું વિચારતા હોવ તો માંડી વાળજો ! 15 દિવસ માટે પ્રવાસીઓ માટે છે બંધ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 04, 2024 | 3:11 PM

વરસાદની ઋતુમાં પ્રકૃતિનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહેતા હોય છે, પણ જો તમે આગામી દિવસમાં પોળોના જંગલ ફરવા જવાનું વિચારતા હોવ તો પહેલા આ સમાચાર અવશ્ય વાંચી લેજો.

સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગર પાસેનું પોળો જંગલ આજકાલ પ્રવાસીઓની મનપસંદ ફરવાની જગ્યા બની ગયુ છે. અહીં વરસાદની ઋતુમાં પ્રકૃતિનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહેતા હોય છે, પણ જો તમે આગામી દિવસમાં પોળોના જંગલ ફરવા જવાનું વિચારતા હોવ તો પહેલા આ સમાચાર અવશ્ય વાંચી લેજો.

સાબરકાંઠાના વિજયનગરનું પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. વિજયનગરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વણજ ડેમથી વિજયનગર તરફ જતો પોળો વિસ્તારનો રસ્તો બંધ કરાયો છે. પ્રવાસીઓને આ રસ્તા પરથી આવવા જવા પર પ્રતિબંધ મુકાયો છે.

આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 3 થી 18 સપ્ટેમ્બર એમ 15 દિવસ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.