નર્મદામાં રુ 75 લાખ મામલે રાજકારણ ગરમાયું, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ

| Edited By: | Updated on: Dec 25, 2025 | 12:48 PM

ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રુપિયાની માગણી કરી છે. સાંસદે દાવો પણ કર્યો હતો કે આ અંગે તેમને જાણકારી ખુદ જિલ્લા કલેક્ટરે આપી છે. આ મામલે હવે મનસુખ વસાવા આકરા પાણીએ છે અને તપાસ નહીં થાય તો પોતે ભાજપ છોડી દેશે ચીમકી ઉચ્ચારી છે.

નર્મદા જિલ્લામાં વિકાસના કામો માટે 75 લાખ રૂપિયાની લાંચ માંગવાના આક્ષેપો વચ્ચે રાજકારણ ગરમાયું છે. ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રુપિયાની માગણી કરી છે. સાંસદે દાવો પણ કર્યો હતો કે આ અંગે તેમને જાણકારી ખુદ જિલ્લા કલેક્ટરે આપી છે. આ મામલે હવે મનસુખ વસાવા આકરા પાણીએ છે અને તપાસ નહીં થાય તો પોતે ભાજપ છોડી દેશે ચીમકી ઉચ્ચારી છે.

75 લાખ રૂપિયાની લાંચ મામલે રાજકારણ ગરમાયું

મનસુખ વસાવાના આ આરોપો બાદ જિલ્લા કલેક્ટરે લાંચનો ઈન્કાર કર્યો ત્યારે મનસુખ વસાવાએ કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળી ગયાનો આરોપ લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ માત્ર ચૈતર વસાવા નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર સંજય મોદીની ભૂમિકા પર પણ કડક સવાલો ઉઠાવ્યા છે.

મનસુખ વસાવાએ ચૈતર વસાવા અને કલેક્ટર પર લગાવ્યા આરોપ

તેમણે કલેક્ટરને ‘ડરપોક’ કહીને આક્ષેપ કર્યો કે કેટલાક અધિકારીઓ દબાણ હેઠળ આવી સત્ય છુપાવી રહ્યા છે. મનસુખ વસાવાનું કહેવું છે કે જો સરકાર પોતાની જ પાર્ટીના પ્રતિનિધિઓની રજૂઆતને અવગણશે અને ભ્રષ્ટાચારને બચાવશે, તો તેમને પક્ષમાં રહેવામાં કોઈ રસ નથી. તેમના આ નિવેદનથી ભાજપ સંગઠનમાં હલચલ મચી ગઈ છે, કારણ કે આદિવાસી વિસ્તારોમાં મનસુખ વસાવાની મજબૂત પકડ છે.

ચૈતર વસાવાએ તમામ આરોપો નકાર્યા

આ સમગ્ર મામલે હવે ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે સાંસદ વારંવાર આવા ખોટા આક્ષેપ કરે છે. જો આવા ખોટા આક્ષેપો કરવાનું બંધ નહીં કરે તો અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.

પોલીસના ઉચ્ચ અધિકારીઓને હર્ષ સંઘવીની સલાહ, ‘ઇગો સાઇડમાં રાખો, અધિકારી તરીકેનો ઇગો અનુભવીને ભારે પડે છે’, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો