Breaking News : સુરતમાં ડ્રગ્સ પેડલર આરોપીના ઘરે તવાઈ, પોલીસે આરોપીના ઘરે રિ-કન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું, જુઓ Video

Breaking News : સુરતમાં ડ્રગ્સ પેડલર આરોપીના ઘરે તવાઈ, પોલીસે આરોપીના ઘરે રિ-કન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું, જુઓ Video

| Edited By: | Updated on: Aug 08, 2025 | 1:59 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાં ડ્રગ્સ પેડલર આરોપીના ઘર પર તંત્રએ તવાઈ બોલાવી છે. સુરતના ભાઠે વિસ્તારમાં ડ્રગ્સ પેડલર શિવાના ઘરની તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાં ડ્રગ્સ પેડલર આરોપીના ઘર પર તંત્રએ તવાઈ બોલાવી છે. સુરતના ભાઠે વિસ્તારમાં ડ્રગ્સ પેડલર શિવાના ઘરની તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. SOG દ્વારા શિવાને ઘરે લઈ જઈ પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું છે. તેમજ સુરત કોર્પોરેશને પોલીસ સાથે મળી નોટિસ ઈશ્યુ કરી છે. મકાનની કાયદેસરતા પુરવાર કરવા દસ્તાવેજ રજૂ કરવાનો આદેશ કરાયો છે.

સુરત કોર્પોરેશને પોલીસ સાથે મળી નોટિસ ઈશ્યૂ કરી

મહત્વનું છે કે અપહરણના ગુનામાં વોન્ટેડ હોવા છતાં શિવા બિનદાસ્તપણે ઘરમાંથી જ ડ્રગ્સનો વેપલો કરતો હતો. પોલીસે તેને 12 લાખની કિંમતના 120 ગ્રામ MD ડ્રગ્સ, બે લોડેડ પિસ્તોલ અને રોકડા 16 લાખ રૂપિયા સાથે ઝડપ્યો હતો. તેણે પોલીસથી બચવા ઘરની આસપાસ 25 જેટલા CCTV કેમેરા લગાવ્યા હતા અને ઘરમાં કંટ્રોલ રૂમ બનાવ્યો હતો. જો કે તેના ઝડપાયા બાદ પોલીસે તેની મિલકત સામે કાર્યવાહી કરી છે. તેના બે માળના મકાનની કાયદેસરતાં પુરવાર કરવા માટે સુરત કોર્પોરેશને પોલીસ સાથે જઈ નોટિસ ફટકારી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો