ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં એટીએસએ મૌલાના ઉસ્માનીની ધરપકડ કરી, તપાસમાં વધુ નામો ખુલવાની શક્યતા

ગુજરાત ATSના મતે વધુ કેટલાક મોલવીઓની સંડોવણી પણ સામે આવી શકે છે. ગુજરાત ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું કે ઝડપાયેલા બંને મૌલાના ભડકાઉ ભાષણો આપી યુવાનોને કટ્ટરતા તરફ દોરી જતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 10:18 PM

ધંધુકાના(Dhandhuka)  કિશન ભરવાડ હત્યા(Murder)  કેસમાં ગુજરાત ATSની ટીમે દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરી. દિલ્લીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીને બાય રોડ અમદાવાદ(Ahmedabad)  લવાયો હતો. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કિશનની હત્યાના ષડયંત્રમાં અત્યાર સુધીમાં બે મૌલવી ઝડપાયા છે. જો કે ATSના મતે વધુ કેટલાક મોલવીઓની સંડોવણી પણ સામે આવી શકે છે. ગુજરાત ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું કે ઝડપાયેલા બંને મૌલાના ભડકાઉ ભાષણો આપી યુવાનોને કટ્ટરતા તરફ દોરી જતા હતા. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીએ પાછલા છ મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. આ મૌલાનાએ જ શાર્પ શૂટર શબ્બીરને હત્યા કરવા ઉશ્કેર્યો હતો. કિશન ભરવાડ ઉપરાંત પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનું પણ મૌલવીએ ષડયંત્ર રચ્યું હતું. આ માટે મૌલવી અને શબ્બીર પોરબંદર પણ ગયા હતા.

કિશન પર ફાયરિંગ કરનાર શબ્બીરે ત્રણ પાકિસ્તાની મૌલાનાના ભડકાઉ ભાષણો જોયા

જમાલપુરના મૌલવી સાથે કમરગની ઉસ્માનીના સંપર્કની તપાસ કરાશે.આ ઉપરાંત કમરગની ઉસ્માની શાર્પ શૂટરને મળ્યો હતો કે કેમ તે અંગેની તપાસ થશે. દિલ્લીના મૌલાનાની મુંબઈ અને જમાલપુરમાં થયેલી મુલાકાતના પુરાવા એકઠા કરાશે. ગુજરાત ATSની ટીમ સોશિયલ મીડિયામાં કોઈ સંગઠન એક્ટિવ છે કે કેમ તે અંગેની તપાસ કરશે. કિશન પર ફાયરિંગ કરનાર શબ્બીરે યુ-ટ્યુબ પર ત્રણ પાકિસ્તાની મૌલાનાના ભડકાઉ ભાષણો જોયા હતા. જેમાં અબ્દુલ રાઝા મુસ્તકાઈ, અજમલ રાઝા કાદરી અને કલીમ હુસૈન રીઝવીનો સમાવેશ થાય છે.

પોલીસે અત્યાર સુધી કુલ છ લોકોની ધરપકડ કરી

આ ઉપરાંત ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ છ લોકોની ધરપકડ કરી છે. જેમાં રાજકોટ એસઓજીએ અજીમ સમા નામના આરોપીની પણ ધરપકડ કરી છે. જેણે મૌલવીને હથિયાર મોકલ્યા હતા. આ આરોપીને એટીએસને સોંપવામાં આવ્યો છે

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 9395 કેસ, 30 લોકોના મૃત્યુ

આ પણ વાંચો :  અમદાવાદ : ભાજપના વધુ એક મહિલા કોર્પોરેટર વિવાદમાં સપડાયા, સોસાયટીનું બાકી લેણું ન ભરતા પાણીનું કનેકશન કાપી નંખાયુ

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">