અમદાવાદ : શાહઆલમમાં ફાયરિંગની વાત અફવા, જમીન વિવાદમાં કોર્પોરેટર અને ભાઈઓ વચ્ચે ફાયરિંગનો હતો દાવો
શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હોકી અને લાકડીઓથી થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, પિસ્તોલનો ઉપયોગ થયો છે, પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે FSLની મદદથી તપાસ કરાઈ રહી છે.
અમદાવાદના શાહઆલમમાં ફાયરિંગની વાત અફવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફાયરિંગ થયું હોવાનો ઈનકાર કર્યો છે. જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોર્પોરેટર તસનીમ આલમ તીર્મિઝી અને ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો દાવો કરાયો હતો. દરગાહ નજીકની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નકી આલમે તસનીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી. પરંતુ, CCTVમાં ફાયરિંગ થયાના કોઈ દ્રશ્યો મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હોકી અને લાકડીઓથી થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, પિસ્તોલનો ઉપયોગ થયો છે, પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે FSLની મદદથી તપાસ કરાઈ રહી છે.
આ પણ વાંચો અમદાવાદ : દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત, ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ
Latest Videos
Latest News