અમદાવાદ : દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત, ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ

અમદાવાદ : દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત, ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2024 | 4:37 PM

અમરાઈવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી રવિવારે સવારે ખમણ ખરીદ્યા હતા. ત્યારે તેની સાથે આવેલી ચટણીમાં જીવડા જેવું દેખાતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. એટલું જ નહીં પરિવારજનોને ઉલટી-ઉબકા થયા હોવાની ફરિયાદ કરી હતી. આખરે આ સમગ્ર મામલે ગ્રાહકે AMCમાં ફરિયાદ નોંધાવી છે.

ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ પકડાવાનો તેમજ તેમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. ખમણ અને સ્પેશ્યિલ ચટણી માટે ફેમસ એવા દાસ ખમણની ચટણીમાંથી જ જીવાત મળવાની ઘટના સામે આવી છે.

અમરાઈવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી રવિવારે સવારે ખમણ ખરીદ્યા હતા. ત્યારે તેની સાથે આવેલી ચટણીમાં જીવડા જેવું દેખાતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. એટલું જ નહીં પરિવારજનોને ઉલટી-ઉબકા થયા હોવાની ફરિયાદ કરી હતી. આખરે આ સમગ્ર મામલે ગ્રાહકે AMCમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે દાસ ખમણના મેનેજરનું કહેવું છે કે, અમે જાણી જોઈને આવું નથી કર્યું.

આ પણ વાંચો અમદાવાદ: ચાંગોદરમાંથી ઝડપાઈ બનાવટી દવા બનાવતી ફેક્ટરી, પોણા બે કરોડની કિંમતની દવાઓનો જથ્થો કરાયો જપ્ત- વીડિયો

g clip-path="url(#clip0_868_265)">