Sabarkantha: Corona સહાય મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવતા 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની સહાય મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ચાર જેટલા અરજદારો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ મામલે હવે તલોદ પોલીસે તપાસ શરુ કરી છે.
તલોદમાં ચાર જેટલા અરજદારોએ પોતાના પરિવારજનો કોરોનામાં મૃત્યુ પામેલ હોવાને લઈ સહાય મેળવવા માટે અરજી કરી હતી. તલોદ મામલતદાર કચેરીમાં આ મામલે ખોટા દસ્તાવેજો હોવાનું ધ્યાને આવતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તલોદ મામલતદારે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જેની તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઇડર સિવિલમાં તબિબે શરમ નેવે મૂકી! 5 નર્સો સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ
પોલીસે મહીયલ અને નવા વાસ વિસ્તારના ચાર અરજદારો સામે ખોટા દસ્તાવેજોના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં દસ્તાવેજોમાં ખોટા સહી સિક્કા કર્યા હોવાનું પણ સામે આવ્યુ છે. આમ કોરોના સહાય મેળવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરીને ઓનલાઈન ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

