અમદાવાદ પોલીસે 900 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની કરી અટકાયત, 100 થી વધુ રોહિંગ્યા હોવાનો ખૂલાસો- Video
અમદાવાદ શહેરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે અત્યાર સુધીમાં લગભગ 900 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.
અમદાવાદ શહેરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે અત્યાર સુધીમાં લગભગ 900 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. તપાસ દરમિયાન આશરે 104 લોકોને બાંગ્લાદેશી નાગરિક હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આ બાંગ્લાદેશી ઘૂસણખોરો છ મહિના થી લઈને બે વર્ષ સુધી ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા હતા. તેમની પાસે રહેલા દસ્તાવેજોની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં તપાસ બાદ વધુ ઘૂસણખોરો ઝડપાશે તેવી શક્યતા છે.
ચોંકાવનારી વાત એ છે કે, ઘૂસણખોરોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, મહિલાઓને મની લોન્ડરિંગ અને દેહ વ્યાપાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે લાવવામાં આવી હતી.
Published on: Apr 27, 2025 05:50 PM
