Dahod: લીમખેડાની હડફ નદીમાં નવા નીરની આવક, ઉપરવાસમાં ભારે વરસાદથી બે કાંઠે થઈ, જુઓ video
દાહોદ અને સરહદી જિલ્લા વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મોટે ભાગે રાહત સર્જાઈ છે. બીજી તરફ નદી નાળાઓમાં પણ પાણીથી છલકાયા હતા. દાહોદની હડફ નદીમાં પણ નવા પાણી આવવાને લઈ નદી બે કાંઠે જોવા મળી હતી. લીમખેડા પાસે હડફ નદીમાં પાણીની આવક જોવા મળતા સ્થાનિક ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. દાહોદના ઉપરવાસ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા રાહત સર્જાઈ છે.

આ પણ વાંચોઃ MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી 9.40 લાખની મત્તાની લૂંટની ફરિયાદ
મધ્યપ્રદેશ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈ દાહોદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદમાં અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે પણ દાહોદ અને છોટાઉદેપુર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. દાહોદ વિસ્તાર માટે ભારે વરસાદને લઈ તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. આમ વરસાદનો વધુ એક રાઉન્ડ લાંબા વિરામ બાદ ધમાકેદાર શરુ થતા મોટી રાહત સર્જાઈ છે.