PM મોદીએ ગુજરાતને આપી મેગા ગિફ્ટ, વાંસીબોરસી ખાતે 1141 એકરમાં બનશે પી.એમ. મિત્ર પાર્ક, જુઓ Video
નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં પી.એમ. મિત્ર પાર્ક નિર્માણ પામશે. PM મિત્ર પાર્ક 'મેક ઈન ઈન્ડિયા'ની થીમને સાકાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મેગા ટેક્ષ્ટાઈલ પાર્કની મેગા ગિફ્ટ આપી છે.
PM Mitra Park: નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં પી.એમ. મિત્ર પાર્ક નિર્માણ પામશે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાતમાં પાર્ક નિર્માણ માટે એમ.ઓ.યુ. કરાયો.
આ મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે સાથે જ ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસીબોરસી ખાતે નિર્માણ પામનાર મિત્ર પાર્કથી 1 લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
PM મિત્ર મેગા ટેક્ષ્ટાઈલ પાર્ક યોજના
કેન્દ્રીય કાપડ મંત્રાલયે ગુજરાતના નવસારીના વાંસી બોરસી સહિત સાત રાજ્યોમાં સાત PM મિત્ર પાર્ક મંજૂર કર્યા છે. અહીં કોટન ટુ થ્રેડ, થ્રેડ ટુ ગારમેન્ટ મેન્યુફેક્ચરીંગ અને ફિનિશ્ડ ગારમેન્ટનું વેચાણ અને નિકાસ એક જ જગ્યાથી કરવામાં આવશે. જે વડાપ્રધાનશ્રીના 5F વિઝન ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન ને સાકાર કરવામાં સહાયરૂપ થશે. PM મિત્ર પાર્ક સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્યો સહભાગીદારીતાથી કામ કરશે. જેમાં રાજ્ય સરકારનો હિસ્સો 51 ટકા અને કેન્દ્ર સરકાર 49 ટકા ઈક્વિટીનો હિસ્સો આપશે.
જે કાપડ ઉદ્યોગકારો પ્રત્યેક પાર્કમાં રૂ.10 હજાર કરોડનું રોકાણ કરવા આકર્ષાશે. દરેક પાર્કમાં ઈન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય ટેક્ષ્ટાઈલ સંબંધિત સુવિધાઓ જેમ કે ડિઝાઈન સેન્ટર્સ અને ટેસ્ટિંગ સેન્ટર્સ હશે. આ યોજના કાપડના વૈશ્વિક બજારમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે.
- પી.એમ. મિત્ર પાર્ક ‘મેક ઈન ઈન્ડિયા’ને કરશે સાકાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી મેગા ટેક્ષ્ટાઈલ પાર્કની મેગા ગિફ્ટ
- રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો એમ.ઓ.યુ.
- નવસારીના વાંસી બોરસી સહિત સાત રાજ્યોમાં સાત પી.એમ. મિત્ર પાર્ક મંજૂર
- રૂ.4445 કરોડના ખર્ચે દેશના 7 રાજ્યોમાં (PM MITRA) પાર્ક બનશે
- PM MITRA એટલે મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ
- નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં નિર્માણ પામશે પી.એમ. મિત્ર પાર્ક
- આશરે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે
- એક જ સ્થળે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ થશે
- કેન્દ્ર સરકાર ‘મિત્ર’ પાર્ક માટે રૂ.800 કરોડ અને દરેક બ્રાઉનફિલ્ડ પાર્ક માટે રૂ.500કરોડની કરશે સહાય
- દરેક પાર્કમાં ઈન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ