વર્ષોથી કાગળ પ૨ ૨હેલા સુરતના (Surat)સુડાના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 17.324 કિમી લંબાઇના 45 મીટર પહોળાઇમાં સિક્સ લેનના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના કુલ 6 પેકેજોમાંથી 4 પેકેજોના કુલ 12.944 કિમી આઉટર રિંગ રોડનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુડા અને સુરત મહાનગર પાલિકાના અંદાજે રૂ.80 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ તક્તિઓનું અનાવરણ પણ કરર્યું હતું.