AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદીનો યોજાશે મેગા રોડ શો, કરાયુ રિહર્સલ- જુઓ વીડિયો

રાજકોટમાં જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદીનો યોજાશે મેગા રોડ શો, કરાયુ રિહર્સલ- જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2024 | 11:54 PM
Share

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો યોજાવાનો છે. હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ વડાપ્રધાન મોદીને આવકારવા થનગની રહ્યા છે. ત્યારે રોડ શો રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિહર્સલ કરવામાં આવ્યુ હતુ. આ તરફ દ્વારકામાં પણ પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે.

વડાપ્રધાન મોદી વતન ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન દ્વારકા અને રાજકોટની મુલાકાત લેશે. રાજકોટમાં જૂના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી યોજાનાર પીએમ મોદીના રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિહર્સલ યોજાયું જ્યારે દ્વારકામાં વિવિધ કાર્યક્રમોની તૈયારી કરાઈ. દ્વારકામાં પણ રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના તમામ જિલ્લામાં ફરી વળશે અને ઝંઝાવાતી પ્રચાર કરશે. પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે 48 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં દ્વારકાના સુદર્શન સેતુથી લઇને રાજકોટ AIIMSના IPD બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમનો પણ સમાવેશ થશે.

સૌ પ્રથમ પીએમ મોદી દેવભૂમિ દ્વારકા પહોંચશે અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સમુદ્ર પરથી બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે. રાજકોટમાં 250 બેડની તૈયાર IPDનું લોકાર્પણ કરશે. આ સાથે દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી. IPD સેવા શરૂ થતાની સાથે જ દર્દીઓને સારી સારવાર મળી રહેશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગરમાં દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો યોજાયો રોડ શો- જુઓ વીડિયો

વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો….

  • સવારે 7:45 વાગ્યે પૂજા-અર્ચના કરશે વડાપ્રધાન મોદી
  • સવારે 8:25 કલાકે સુદર્શન સેતુની કરશે મુલાકાત
  • સવારે 9:30 કલાકે દ્વારકાધિશ મંદિરમાં કરશે દર્શન
  • બપોરે 1 વાગ્યે વિકાસ કાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ
  • રૂપિયા 4,150 કરોડના વિકાસના કામોનું કરશે લોકાર્પણ
  • 3:00 વાગ્યે રાજકોટ એઈમ્સની મુલાકાત કરશે PM મોદી
  • 4:30 વાગ્યે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની આપશે ભેંટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">