વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગરમાં દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો યોજાયો રોડ શો- જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ જામનગર આવી પહોંચતા જ તેમનો રોડ શો યોજાયો હતો. શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દ્વારકા અને રાજકોટની મુલાકાતે છે અને હજારો કરોડના વિકાસકામોની ભેટ સૌરાષ્ટ્રને આપવાના છે ત્યારે તેઓ જામનગર પહોંચ્યા હતા. જામનગર પહોંચતા જ પીએમ મોદીનો દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીનો રોડ શો યોજાયો હતો. આ રોડ શો દરમિયાન હજારો લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અને અભિવાદન જીલવા આવી પહોંચ્યા હતા. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીને જોવા ઉમટ્યા હતા. પીએમ મોદી સહુનુ અભિવાદન જીલતા સીધા સર્કિટ હાઉસ રવાના થયા હતા.
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીનું જામનગર ઍરફોર્સ પર આગમન થયુ હતુ. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પર્યટન મંત્રી મુળુભાઈ બેરા, સી.આર.પાટીલ, જામનગરના મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પીએમનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતુ.
વડાપ્રધાન આવતીકાલે દ્વારકામાં અંદાજિત 1000 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુદર્શન સેતુનુ ઉદ્દઘાટન કરશે. આ બ્રિજ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકાને જોડે છે. જેનાથી કનેક્ટિવિટીમાં વધારો થશે. લક્ષદ્વીપની જેમ દ્વારકાના ટુરિઝમને પ્રમોટ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કુબા ડાઈવિંગ કરી તેવી પણ શક્યતા છે. જેને લઈને સુદામા બ્રિજની નજીક તૈયારીઓ અને વ્યવસ્થા કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અલાયદુ ટેન્ટ હાઉસ ઉભુ કરવામાં આવ્યુ છે અને 3 કલાકનો સમય રિઝર્વ કરાયો છે તેમજ નેવીની ટીમ સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે.