Sardar Patel Jayanti : એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સરદાર માટે સર્વોપરી હતો, કોંગ્રેસે સરદાર પટેલના વિઝનને ભૂલ્યુ – PM મોદી

| Edited By: | Updated on: Oct 31, 2025 | 10:39 AM

સરદાર પટેલ અમર રહે…અમર રહે..ના નારાથી PM મોદીએ એકતાનગરમાં સંબોધનની શરુઆત કરી. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્મૃતિ સિક્કા અને વિશેષ ડાક ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે.

સરદાર પટેલ અમર રહે…અમર રહે..ના નારાથી PM મોદીએ એકતાનગરમાં સંબોધનની શરુઆત કરી. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્મૃતિ સિક્કા અને વિશેષ ડાક ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલ જાણતા હતા કે ઇતિહાસ લખવામાં સમય ન વેડફવો જોઇએ. આપણે ઇતિહાસ બનાવવામાં મહેનત કરવી જોઇએ. તેમણે જે નીતિઓ બનાવી, જે નિર્ણયો લીધા તેમા જ નવા ઇતિહાસ રચ્યા અને બનાવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્રન મોદીએ સંબોધનમાં કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સરદાર માટે સર્વોપરી હતો. પરંતુ કોંગ્રેસે સરદાર પટેલના વિઝનને ભૂલ્યુ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તે દિશામાં જ આગળ વધી રહી છે.

PMમોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અંગ્રેજો જે ન કરી શક્યા તે બધુ કોંગ્રેસે કરી નાખ્યું. કોંગ્રેસે અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિક્તા આત્મસાત કરી છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે અંગ્રેજોએ વંદે માતરમ બોલવા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દેશના ખૂણે-ખૂણામાં વંદે માતરમના નારા ગૂંજતા રહ્યાં છે. તેમજ આ સરકારે નેવીના ઝંડામાંથી ગુલામીનું નિશાન પણ દૂર કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 31, 2025 10:27 AM