Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસમાં 14 લોકસભા બેઠકમાં સભાઓ ગજવશે, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસમાં 14 લોકસભા બેઠકમાં સભાઓ ગજવશે, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

| Edited By: | Updated on: Apr 25, 2024 | 2:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે ત્યારે તેને લઈને પીએમના કાર્યક્રમ અને સભાઓને લઈને માહિતી સામે આવી છે.

લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં જોરશોરથી તૈયારીઓે ચાલી રહી છે. પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી મતદારોને રિઝવવાના કામમાં લાગી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન મોદી 1 મેથી 2 દિવસ માટે ગુજરાતમાં આવવાના છે અને અનેક સભાઓ, રેલી અને રોડ શો કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે ત્યારે તેને લઈને પીએમના કાર્યક્રમ અને સભાઓને લઈને માહિતી સામે આવી છે.

જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી ગુજરાતમાં1 અને 2મેના રોજ પ્રચાર માટે ધમરોળશે. આ બે દિવસમાં જ 6 ચૂંટણી સભાઓને કરશે સંબોધન કરશે. આ સાથે 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને PM મોદી આવરી લેશે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની તમામ બેઠકો આવરી લેશે.

ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાનની ઉત્તર ગુજરાતમાં સભા છે. જે 1 મેના રોજ બે જંગી જાહેરસભા થકી પાંચ લોકસભા ક્ષેત્રને પીએમ મોદી આવરી લેશે. પીએમ આ દિવસે ડીસામાં અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર કરશે. જે બાદ બીજા દિવસે એટલે કે 2 મેએ ચાર જનસભા થકી 8 લોકસભા બેઠક આવરી લેશે. PM મોદી
2 મેના રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં પણ પ્રચાર કરવા પહોંચશે.