આગામી 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી

| Edited By: | Updated on: Feb 26, 2026 | 5:39 PM

સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ તેના નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 28મી ફેબ્રુઆરીના રોજ, અમદાવાદ-સાણંદની મુલાકાતે આવશે. તેઓ સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા રૂપિયા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.

સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ તેના નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.

પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, કસાઈઓ સીસીટીવીમાં ઝડપાયા, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ, જુઓ વીડિયો