ગુજરાતને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, સુરતથી ઓડિશા સુધી દોડશે ટ્રેન, જુઓ Video
ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે.
ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી છે. અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતને કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે.
આ ટ્રેન અદ્યતન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. બંને છેડે પુશ-પુલ ગોઠવણીમાં માઉન્ટ થયેલ એન્જિન સાથે આ ટ્રેન હાઇ સ્પીડ, ઓછો મુસાફરી સમય, સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે. ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
