વડોદરાની SSG હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ઈન્સ્ટીટ્યુટ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બિલ્ડીંગનું પીએમ મોદી કરશે ઈ-ખાતમુહૂર્ત- વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન વડોદરાને પણ વિકાસકામોની ભેટ આપશે. રાજકોટથી પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડ઼ોદરાની એસએસજી હોસ્પિટલના કાર્ડિયોલોજી ઈન્સ્ટીટ્યુટ અને મલ્ટી સ્પેશ્યિલિટી હોસ્પિટલ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત કરવાના છે.
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દ્વારકા અને રાજકોટમાં પીએમ મોદીના હસ્તે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટમાં વિકાસ કાર્યોના લોકાર્પણ વખતે વડાપ્રધાન મોદી વડોદરાને પણ વિકાસ કાર્યોની ભેટ આપશે.રાજકોટ ખાતેથી વડાપ્રધાન મોદી વડોદરાના બે પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. SSG હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજી ઇન્સ્ટીટ્યુટ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે.
ઉપરાંત SSG હોસ્પિટલમાં સ્પાઇન કીડની અને આંખની હોસ્પિટલની સુવિધા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. વડોદરાના આ બન્ને પ્રોજેક્ટ 2થી 3 વર્ષમાં પૂર્ણ થશે તેવી આશા છે. આ બન્ને પ્રોજેક્ટથી મધ્ય ગુજરાતમાં મેડિકલ ક્ષેત્ર નવી સુવિધા ઉભી થશે. 218.59 કરોડના અંદાજિત ખર્ચે એસએજી હોસ્પિટલ કેમ્પસમાં નવિન સ્પાઇન, કીડની અને આંખની હોસ્પિટલનું બાંધકામ થશે.
રાજકોટમાં પીએમ મોદી ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. જેમાં ટાવર A&B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી IPD સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં રાજકોટ એઇમ્સમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદી કલ્યાણી, મંગલાગિરિ, ભટિંડા અને રાયબરેલીમાં નિર્માણ પામેલ AIIMSનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. તેઓ ભોપાલની AIIMSમાં વર્ચ્યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહુર્ત પણ કરશે. આ નવી AIIMS, ખાસ કરીને દેશના ટિયર 2 એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલોનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ₹11,392 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે.