બાંગ્લાદેશી ઘુસણખોરોને વસાવનારો પઠાણ ઝડપાયો! બુલડોઝર એક્શન ચાલુ!

બાંગ્લાદેશી ઘુસણખોરોને વસાવનારો પઠાણ ઝડપાયો! બુલડોઝર એક્શન ચાલુ!

| Edited By: | Updated on: Apr 29, 2025 | 1:52 PM

Ahmedabad night raid: ચંડોળા તળાવ વિસ્તારની સરકારી જમીન પર લલાએ ફાર્મ હાઉસ અને અનેક ઝૂપડપટ્ટીઓ ઉભી કરી હતી. હાલમાં આ ફાર્મ હાઉસ સહિત ગની પથ્થર વાળા, લલા ઉર્ફે બિહારી મેહબૂબ પઠાણ અને કાળું મોમીનના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે.

Ahmedabad night raid: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને વસાવનાર લલા ઉર્ફે બિહાર મેહબૂબ પઠાણ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આરોપ મુજબ લલાએ બોગસ ભાડા કરાર દ્વારા દસ્તાવેજો બનાવી બાંગ્લાદેશીઓને ગેરકાયદે વસાવ્યા હતા. મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે IPC કલમ 420, 465, 471, 467 અને 46 હેઠળ ગુનો નોંધ્યો છે.

ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે

ચંડોળા તળાવ વિસ્તારની સરકારી જમીન પર લલાએ ફાર્મ હાઉસ અને અનેક ઝૂપડપટ્ટીઓ ઉભી કરી હતી. હાલમાં આ ફાર્મ હાઉસ સહિત ગની પથ્થર વાળા, લલા ઉર્ફે બિહારી મેહબૂબ પઠાણ અને કાળું મોમીનના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે.

જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામ તોડવાનું વિશાળ ઓપરેશન શરૂ થયું છે, જેના લાઈવ વિઝ્યુઅલ પણ સામે આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સરકારી જમીન મુક્ત કરાવાશે.

આ પણ વાંચો: Chandola Talav: ચંડોળા તળાવ ખાતે બુલડોઝર સ્ટ્રાઈક, અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન

આ પણ વાંચો:  ચંડોળા તળાવ એટલે કે મીની બાંગ્લાદેશ, પોલીસે મોટું સર્ચ ઓપરેશન કર્યું છે શરુ

Published on: Apr 29, 2025 08:43 AM