Patan: શ્રાવણ માસ નિમિત્તે આનંદેશ્વર મહાદેવ મંદિરમાં યોજાશે 11 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ, દેશભરમાંથી આવશે સાધુ-સંત સહિત ભક્તો, Video
સરસ્વતી નદીકાંઠે અને કુદરતના ખોળે બીરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં “અતિરુદ્ર મહાયજ્ઞ”ના આયોજન માટેની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અગિયાર દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞના દર્શન માટે ન માત્ર પાટણના જ નગરજનો પરંતુ ઉતર ગુજરાત સહિત રાજ્ય અને રાજ્ય બહારના ભક્તો તેમજ સંત અને સાધુઓ પણ પધારવાના છે.
Patan : અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસ (Shravan Mas) નિમિત્તે પાટણમાં સરસ્વતી નદીના કાંઠે અતિરુદ્ર મહાયજ્ઞનો (Mahayagna) મહાપર્વ યોજાવાનો છે. પાટણના પવિત્ર સરસ્વતી નદીના કાંઠે આવેલુ આનંદેશ્વર મહાદેવનું મંદિર ”અતિરુદ્ર મહાયજ્ઞ”ના મહાપર્વના સાક્ષી બનવા જઇ રહ્યુ છે, ત્યારે 11 દિવસીય મહાયજ્ઞ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહાયજ્ઞનો પ્રારંભ શ્રાવણ વદ બીજ એટલે 1 સપ્ટેમ્બરથી થશે અને શ્રાવણ વદ બારસ એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે.
આ પણ વાંચો- Ahmedabad : રખિયાલ અને ઓઢવમાં થયા બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત, જુઓ Video
સરસ્વતી નદીકાંઠે અને કુદરતના ખોળે બીરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં “અતિરુદ્ર મહાયજ્ઞ”ના આયોજન માટેની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અગિયાર દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞના દર્શન માટે ન માત્ર પાટણના જ નગરજનો પરંતુ ઉતર ગુજરાત સહિત રાજ્ય અને રાજ્ય બહારના ભક્તો તેમજ સંત અને સાધુઓ પણ પધારવાના છે.
આ માટે આનંદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા “અતિરુદ્ર મહાયજ્ઞ”દર્શન માટે રુબરુ પહોંચી સંતો તેમજ મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અતિરુદ્ર મહાયજ્ઞ માટે છેલ્લા ત્રણ માસથી વઘુના સમયથી આયોજન શરુ કરવામાં આવ્યું છે. અતિરુદ્ર મહાયજ્ઞમાં સૌથી વિશેષ અને શીવભક્તો માટે ખાસ વાત એક એ પણ છે કે આ મહાયજ્ઞ જાણીતા અને આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશ બાપુના માર્ગદર્શન હેઠળ થવાની છે.
અતિરુદ્ર મહાયજ્ઞમાં 11 દિવસ સુધી 51 યજમાન યજ્ઞમાં બેસશે. તો 70 જેટલા ભૂદેવો મંત્રોચ્ચાર થકી મહાયજ્ઞમાં આરાધના કરાવશે. આ અતિરુદ્ર મહાયજ્ઞમાં એક મુખ્ય અને બે સહ યજમાન રહેશે, જે અગિયાર દિવસ સુઘી મહાયજ્ઞના સમાપન સુધી બેસશે. તેમજ અગિયાર દિવસ સુઘી દરરોજ 48 યજમાન એક દિવસના યજમાન બની આ અતિરુદ્ર મહાયજ્ઞના અસ્મર્ણીય સાક્ષી બનશે.
પાટણની પવિત્ર ધરતી પર અનેક વર્ષોની પ્રતિક્ષા બાદ આખરે નગરજનો ન માત્ર એક દિવસ પરંતુ અગિયાર દિવસ સુધી અતિરુદ્ર મહાયજ્ઞના દર્શનની સાથે-સાથે મહાપર્વના સાક્ષી પણ બનશે.
(વીથ ઇનપુટ- સુનિલ પટેલ, પાટણ)
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
