Ahmedabad : ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, મુસાફરો અટવાયા

Rain in Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે અચનાક હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ પડયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 11:34 PM

ગુજરાતમાં (Gujarat) આજે બદલાયેલ વાતાવરણ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેમજ 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં મોડી સાંજે અચનાક હવામાનના પલટો આવ્યો છે. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ (Rain in Ahmedabad) પડયો હતો.

અમદાવાદમાં મોડી સાંજે અચાનક  હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ પડયો હતો. અનેક જગ્યાએ વૃક્ષ 50 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અમદાવાદના જીવરાજ પાર્ક , મેમનગર સહિતના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ભારે વરસાદ સાથે વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરમાં એક વિસ્તારમાં ટ્રાફિક બુથ ઊખડી ગયુ હતુ. શહેરના એસજી હાઈવે પ્રહલાદનગર ઓનેસ્ટ પાસે, જજીસ બંગલો પાસે અને બોડકદેવ સારથી રેસ્ટોરન્ટ તરફ ઝાડ પડવાની ઘટના બની હતી.

અમદાવાદમાં કાંકરિયા પાસે એસટી બસ પર વૃક્ષ પડતા બસ ડિવાઈડર સાથે અથડાય હતી અને મુસાફરો અટવાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ હટાવી ફરીથી રસ્તો શરૂ કરાવાયો હતો, જેસીબી મશીન દ્વારા વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">