Tamannaah Bhatia Dance: પાપારાઝી સાથે એરપોર્ટ પર તમન્ના ભાટિયાએ જોરદાર કર્યો ડાન્સ, Video થયો વાયરલ

Tamannaah Bhatia Dance: તમન્ના ભાટિયાનો (Tamannaah Bhatia) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે એરપોર્ટ પર પાપારાઝી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. તેનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Tamannaah Bhatia Dance: પાપારાઝી સાથે એરપોર્ટ પર તમન્ના ભાટિયાએ જોરદાર કર્યો ડાન્સ, Video થયો વાયરલ
Tamannaah BhatiaImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 9:53 PM

Tamannaah Bhatia Dance: પ્રોફેશનલ લાઈફ હોય કે લવ લાઈફ બંને કારણોસર તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેની વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ 2 રિલીઝ થઈ હતી. તે તેની અપકમિંગ ફિલ્મ જેલરને લઈને ચર્ચાનો વિષય બની ગઈ છે . આ ફિલ્મમાં તમન્ના રજનીકાંત સાથે સ્ક્રીન શેર કરી રહી છે.

હાલમાં જ મેકર્સે આ ફિલ્મનું ગીત કાવાલા રિલીઝ કર્યું છે, જેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તમન્ના એ ગીત પર એરપોર્ટ પર પાપારાઝી સાથે ડાન્સ કરતી જોવા મળી છે. તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં આવ્યો છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

(VC: instantbollywood instagram)

તમન્નાએ કર્યો જોરદાર ડાન્સ

મંગળવારે તમન્ના એરપોર્ટ પર જોવા મળી હતી. તે દરમિયાન તે સ્પોર્ટ્સ બ્રાલેટ, ટ્રાઉઝર અને જેકેટ પહેરેલી જોવા મળી હતી. એરપોર્ટ પર પાપારાઝીએ તમન્નાને કાવાલા ગીતના હૂક સ્ટેપ કરવા કહ્યું, ત્યારબાદ તેણીએ પાપારાઝીને કહ્યું કે તે તેની સાથે ડાન્સ કરશે. ત્યારબાદ તમન્ના ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે જોરદાર ડાન્સ કર્યો. તે પછી તમન્નાએ પાપારાઝીને ગળે લગાવી અને આભાર કહીને ત્યાંથી નીકળી ગઈ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો ડાન્સ ફેન્સને પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કાવાલા સોન્ગ 6 જુલાઈના રોજ રિલીઝ થયું છે, જેમાં તે કિલર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી છે. તેની સાથે રજનીકાંત પણ જોવા મળી રહ્યા છે. જો ફિલ્મ જેલરની વાત કરીએ તો આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ છે.

આ પણ વાંચો : Shraddha Kapoor Stree 2: ‘ઓ સ્ત્રી રક્ષા કરના’, આ વખતે એક અલગ જ અંદાજમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર, જુઓ Video

લસ્ટ સ્ટોરીઝ 2 વિશે વાત કરીએ તો 29 જૂનથી આ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ સીરીઝમાં તમન્નાના ઘણા ઈન્ટીમેટ સીન પણ છે. તમન્નાની જોડી તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે જોવા મળે છે. આ સિરીઝમાં કાજોલ, મૃણાલ ઠાકુર અને અંગદ બેદી પણ જોવા મળ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">