Gujarati Video : ગોધરા કાંડના આરોપીઓની હાઈકોર્ટે 15 દિવસની પેરોલ અરજી મંજૂર કરી

અપીલ દરમિયાનની સજા મોકૂફી અને પેરોલ રજા બે અલગ વિષય હોવાનું અવલોકન કર્યું છે. સજા મોકૂફી અને જામીન અરજી પેન્ડિંગ હોય તો પણ આરોપી પેરોલ અરજી કરવા હકદાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 8:58 PM

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે(Gujarat Highcourt)પેરોલ અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 2002 ગોધરા કાંડ(Godhra kand)કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની 15 દિવસની પેરોલ(Parole) અરજી મંજૂર કરી છે. જેમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે આરોપીની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય તો પણ હાઈકોર્ટને પેરોલ આપવાની સત્તા છે. તેમજ અપીલ દરમિયાનની સજા મોકૂફી અને પેરોલ રજા બે અલગ વિષય હોવાનું અવલોકન કર્યું છે. સજા મોકૂફી અને જામીન અરજી પેન્ડિંગ હોય તો પણ આરોપી પેરોલ અરજી કરવા હકદાર છે.

આ પણ વાંચોGir somnath : સીએમ ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે શ્રી સોમનાથ મહાદેવનું વર્ચ્યુઅલ પૂજન કર્યું

મહત્વનું છે કે ગોધરાકાંડના આરોપીની સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે.જે અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.સુપ્રિમમાં પેન્ડિંગ અપીલ દરમિયાન હાઈકોર્ટે આરોપીની પેરોલ અરજી મંજૂર કરી છે અને આરોપીને 15 દિવસના પેરોલ પર મુક્ત કરવા હુકમ કર્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">