ગુજરાતમાં કયા સ્થળોએ કમોસમી વરસાદ વરસશે? હવામાન નિષ્ણાંતે શું કહ્યું, જાણો
ગુજરાતના ખેડૂતો માટે આગામી ચાર પાંચ દિવસો ચિંતા ભર્યા રહેનારા છે. હવામાન નિષ્ણાંતો દ્વારા થઈ રહેલી આગાહી મુજબ 8 અને 9 જાન્યુઆરીના દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસે એવી સંભાવનાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત પરેશન ગોસ્વામીએ કરી છે.
આગામી 8 અને 9 જાન્યુઆરી રવિ સિઝનની ખેતી કરનારા ખેડૂતો માટે ચિંતાજનક બની રહેનારી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ઉભુ થવાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદને લઈ આગાહી કરતા રાજ્યમાં ક્યા કયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે, એ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
8 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, રાજપીપળમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં માવઠા થવાની શક્યતા છે. 9મીએ વધારે વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે.