Vadodara : આવો પાણીપુરી પ્રેમ ક્યાંય નહીં જોયો હોય ! લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપતા રસ્તા વચ્ચે રડવા બેઠી મહિલા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 19, 2025 | 2:48 PM

પાણીપુરીના શોખીનોને એક પ્લેટ પત્યા પછી પણ વધુ એક પકોડી આપવા લારીવાળા જોડે માથાકૂટ કરતાં તમે ચોક્કસથી જોયા હશે. પરંતુ વડોદરામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.

પાણીપુરીના શોખીનોને એક પ્લેટ પત્યા પછી પણ વધુ એક પકોડી આપવા લારીવાળા જોડે માથાકૂટ કરતાં તમે ચોક્કસથી જોયા હશે. પરંતુ વડોદરામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વડોદરામાં પાણીપુરી ઓછી આપતાં મહિલાએ હંગામો કર્યો અને રોડની વચ્ચે બેસી જઈ મહિલા રડવા લાગી હતી. મળતી માહિતી અનુસાર 20 રૂ.ની 6 પાણીપુરીને બદલે 4 પાણીપુરી આપતાં વિવાદ સર્જ્યો હતો. બે પાણીપુરી ઓછી આપતાં મહિલાએ તોફાન કર્યું હતું. મહિલા રસ્તા વચ્ચે બેસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

‘પકોડી પ્રેમ’ની ગજબ કહાણી

ઉલ્લેખનીય છે કે વડોદરાના સુરસાગર વિસ્તારમાં એક પાણીપુરી પ્રેમી મહિલા પાણીપુરી ખાવા ગઈ હતી. ત્યાં તેને 20 રુપિયાની 6 પાણીપુરી ને બદલે 4 પાણીપુરી આપતા સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. લારીવાળાએ પકોડી ઓછી આપતા મહિલાને માઠું લાગ્યું હતું અને રસ્તા વચ્ચે બેસીને વિરોધ નોંધાવ્યો હતો. મહિલા રસ્તા પરથી ખસવા તૈયાર જ ન હતી. તેથી આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી.

2 પકોડી ઓછી… મહિલા રૂઠી !

ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલાને પોલીસે ખૂબ જ સમજાવી મામલો થાળે પાડ્યો. પાણીપુરી માટે મહિલાએ તો પોલીસ ફરિયાદ નોંધાવા સુધીની તૈયારી કરી લીધી. લારી હટાવવા જીદ કરી. આખરે, પોલીસે લારીવાળાને પણ સમજાવ્યો કે એક દિવસ પૂરતી ત્યાંથી લારી હટાવી લે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો