સુરતના આવાસ વિસ્તારમાં પાંડેસરા પોલીસે કુટણખાણું ઝડપ્યું, 7 મહિલાઓને મુક્ત કરવામાં આવી – જુઓ Video
પાંડેસરા પોલીસે વડોદ ગામના આવાસ વિસ્તારમાં ચાલી રહેલું કુટણખાણું ઝડપી પાડ્યું છે. પોલીસે ત્યાંથી 7 મહિલાઓને મુક્ત કરીને 3 સંચાલકો સહિત કુલ 8 લોકોને ઝડપી પાડ્યા છે.
સુરતની અંદર પાંડેસરા પોલીસે વડોદ ગામના આવાસ વિસ્તારમાં ચાલી રહેલું કુટણખાણું ઝડપી પાડ્યું છે. પોલીસે ત્યાંથી 7 મહિલાઓને મુક્ત કરીને 3 સંચાલકો સહિત કુલ 8 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં 5 ગ્રાહકો પણ શામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, આ કુટણખાણું છેલ્લા છ મહિનાથી ચાલતું હતું. અગાઉ પણ પોલીસને કુટણખાણું ચાલી રહ્યું છે એવી વાત માહિતી મળી હતી, પરંતુ દર વખતે કાર્યવાહી કરતાં પહેલા ત્યાં હાજર લોકો ફરાર થઇ જતા હતા.
આનું મુખ્ય કારણ એ હતું કે, આ આવાસ વિસ્તારની બિલ્ડિંગ્સ એકબીજાથી જોડાયેલી હોવાથી આરોપીઓ ઝડપથી ભાગી જતા હતાં. જો કે, આ વખતે પોલીસે રણનીતિક ઘેરાબંધી કરીને સફળતાપૂર્વક રેડ મારી હતી. હાલ પોલીસે કુટણખાણું ચલાવતા ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સિવાય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.