Rain News : બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ Video
ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરુ થયો છે. ત્યારે બનાસકાંઠામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં 4 ઈંચ, વડગામમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરુ થયો છે. ત્યારે બનાસકાંઠામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં 4 ઈંચ, વડગામમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયા છે. અચાનક ધોધમાર વરસાદ વરસતા જન-જીવનને પણ અસર થઈ છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા બનાસ ડેરી રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાવવાથી ટેન્કર અને વાહન ચાલકો અટવાયા છે. પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ડીસામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ભાવનગરના ઉમરાળામાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના પાલીતાણામાં 2.87 ઈંચ વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 22 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.