Banaskantha Video  : મિત્રતા કેળવી, વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો ઉતારી 7 શખ્સોએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

Banaskantha Video : મિત્રતા કેળવી, વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો ઉતારી 7 શખ્સોએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

| Edited By: | Updated on: Mar 13, 2025 | 2:39 PM

બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જ્યાં બસપોર્ટમાં આવેલા કેફેમાં લઈ ગયા બાદ વિદ્યાર્થિનીને ફસાવવાની શરુઆત કરી હતી. પ્રાપ્તથતી વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક યુવક સાથે પરિચય થયો હતો.

મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માનવતાને શરમશાર કરતી ઘટના બનાસકાંઠાના પાલનપુરમાંથી સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જ્યાં બસપોર્ટમાં આવેલા કેફેમાં લઈ ગયા બાદ વિદ્યાર્થિનીને ફસાવવાની શરુઆત કરી હતી. પ્રાપ્તથતી વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ યુવક વિદ્યાર્થિનીને નાસ્તાના બહાને કેફેમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર કઢી ઢોળી દીધી હતી.

7 શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યું કુકર્મ

આ પછી વિદ્યાર્થિનીને કપડાં સાફ કરવા માટે એક રુમમાં લઈ ગયો હતો. ત્યારે યુવકે તેનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ પછી બ્લેકમેલ કરીને યુવક અને તેના મિત્રો સહિત 7 લોકોએ 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જો કે વારંવારના બ્લેકમેલ અને હેરાનગતિ બાદ વિદ્યાર્થિનીની સહનશક્તિ ખૂટતા તેણે પરિજનોને જાણ કરી હતી. પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્લેકમેલ કરીને બનાવી હવસનો શિકાર

અહીં સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે પાલનપુર બસ પોર્ટમાં આવેલા કેફે અને હાઇવે પરના સ્પામાં ગોરખધંધા થઇ રહ્યા છે. કેફે-સ્પાની આડમાં વિદ્યાર્થિનીઓ સહિત લોકો સાથે ગુના થતા હોવાની રાવ છે. આ સાથે જ આક્ષેપ છે કે પોલીસની રહેમનજર હેઠળ જ ગોરખધંધા ધમધમી રહ્યા છે. જેથી આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે પોલીસ દુષ્કર્મીઓ સાથે કેફે અને સ્પા સામે પણ તપાસ કરીને કાર્યવાહી કરે તેવી માગ છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર બસ પોર્ટનું કેફે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. અહીં 6 માસ પહેલા 2 યુવતીઓએ બીજા માળેથી પડતું મૂક્યું હતું. હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Published on: Mar 13, 2025 02:39 PM