AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : પાલનપુર આબુ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં, રસ્તા પર મસમોટા ખાડાને કારણે વાહનચાલકો પરેશાન, જુઓ Video

Banaskantha : પાલનપુર આબુ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં, રસ્તા પર મસમોટા ખાડાને કારણે વાહનચાલકો પરેશાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 1:10 PM

પાલનપુર એરોમા સર્કલથી મલાણા પાટીયા પાસે અઢી કિલોમીટરના માર્ગ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડ્યા છે. હાઇવે પર એટલા મોટા ખાડા છે કે નાના વાહનો તો ઠીક મોટી ટ્રકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

Banaskantha : પાલનપુરમાં (Palanpur) સામાન્ય વરસાદમાં જ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે. પાલનપુર એરોમા સર્કલથી મલાણા પાટીયા પાસે અઢી કિલોમીટરના માર્ગ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડ્યા છે. હાઇવે પર એટલા મોટા ખાડા છે કે નાના વાહનો તો ઠીક મોટી ટ્રકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

રસ્તા પર મસમોટા ખાડાને કારણે અનેક બાઇક ચાલકો નીચે પટકાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ છે. પાણીનો નિકાલ ન થાય તો કંઈ નહીં પરંતુ વ્યવસ્થિત ખાડા પુરી રોડ બનાવવામાં તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો Banaskantha : અંબાજીમાં ભારે વરસાદથી ચોતરફ પાણી, અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ, જુઓ Video

તો બીજી તરફ હાઇવે પર મોટા ખાડાને કારણે પોલીસે પાલનપુર આબુ રોડ હાઇવે બંધ કર્યો છે. હાઇવે બંધ કરાતા અનેક વાહનોના પૈડા થંભી ગયા છે. અમદાવાદ, કચ્છથી આવતા ટ્રકચાલકો પણ અટવાયા છે. એટલું જ નહીં રસ્તો બંધ હોવાના કારણે 35 કિલોમીટર ફરીને જવું પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. ડ્રાઇવરોનું કહેવું છે કે ડ્રાઈવર્ઝન વાળો રસ્તો પણ બિસ્માર હોવાથી ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે.

(With Input : Atul Trivedi, Banaskantha)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">